PSI / Constable Entrance Exam

PSI / Constable Entrance Exam

Admission Open

Register Here
  1. પરીક્ષાના સમયથી પંદર મીનિટ પહેલા ઉમેદવારે પોતાની બેઠક પર બેસી જવાનું રહેશે.
  2. પરીક્ષા સમયે પ્રવેશ વખતે આપને IAS ACEDEMY દ્વારા કરવામાં આવેલ ઈ-મેઈલ બતાવવાનો રહેશે. અર્થાત્ કોલ લેટર બતાવવાનો રહેશે.
  3. ઉમેદવાર પોતાની સાથે પરીક્ષા ખંડમાં કેલક્યુલેટર, મોબાઈલ વગેરે જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક સાધનો, પુસ્તક, ગાઈડ, કાપલી કે તેવું કોઈપણ છાપેલું કે હસ્તલિખિત સાહિત્ય રાખી શકાશે નહી. તેમજ અનઅધિકૃત પુસ્તક, પેપર, લેખમાંથી કે અન્ય ઉમેદવારોમાંથી નકલ કરવી નહીં, કે નકલ કરવા માટે પ્રયાસો કરવા નહીં. તેમજ તમારા પેપરમાંથી અન્ય ઉમેદવારોને નકલ કરવા દેવી નહી આ સૂચનાના ભંગ બદલ પરીક્ષા માટે ગેરલાયક ગણવામાં આવશે.
  4. પરીક્ષા શરૂ થયા પછી પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષાખંડ છોડી શકાશે નહીં.
  5. પ્રથમ તબક્કામાં સફળ ઉમેદવારોનું લીસ્ટ વેબસાઇટ તથા ટેલીગ્રામના પેજ પર મૂકવામાં આવશે તથા આપને કોલ અને મેસેજના માધ્યમથી આગળની પ્રક્રિયાની જાણ કરવામાં આવશે.
  6. ઉમેદવાર અરજીપત્રકમાં બતાવેલી કોઈપણ વિગત અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઉમેદવારે રજૂ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ વગેરેને લગતા પ્રમાણપત્રો ભવિષ્યમાં જે તે તબક્કે ચકાસણી દરમ્યાન ખોટા માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવા ઉમેદવારોની ઉમેદવારી સંસ્થા દ્વારા રદ કરવામાં આવશે.
  7. સંસ્થા દ્વારા લેનાર પ્રથમ તબક્કાની વૈકલ્પિકમાં ઉતીર્ણ થવાથી જ ઉમેદવારને નિમણૂંક માટેનો હક મળી જતો નથી. નિમણૂંક સમયે સક્ષમ IAS ACADEMY સત્તાધિકારીને ઉમેદવાર બધી જ રીતે યોગ્ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદવારને પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે.
  8. પસંદગી પામેલ ઉમેદવારને સંસ્થાના વખતોવખત/પ્રવર્તમાન નિયમો મુજબ નિશ્ચિત શરતોને આધિન પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ મળશે.
  9. IAS ACADEMY સંસ્થા ખાતે પ્રવેશ મેળવેલ ઉમેદવારો ચાલુ તાલીમ દરમ્યાન ગેરપ્રવૃતિ કરશે કે કરાવશે, ઉશ્કેરણીજનક કે વાંધાજનક ભાષણો કે લખાણો કરશે અથવા વિદ્યાર્થીઓ પાસે કે અન્ય ત્રાહિત વ્યક્તિ પાસે કરાવશે, વિદ્યાર્થી સંગઠનો/કમિટી/યુનિયન બનાવી જી.પી.એસ.સીના અભ્યાસને ધ્યાનમાં ન રાખતાં અન્ય પ્રવૃતિઓ કરશે એટલે કે એવી પ્રવૃતિઓ કે જે અન્ય વિદ્યાર્થીઓ કે સંસ્થાને નુકસાનકર્તા કે હાનિકર્તા હશે તો તેવા સંજોગોમાં ચાલુ તાલીમ દરમ્યાન પણ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાની અબાધિત સત્તા IAS ACADEMY સંસ્થાના સક્ષમ સત્તાધિકારીને રહેશે.
  10. આખરી પરિણામ જાહેર થયા બાદ મેરીટમાં ઉમેદવારે મેળવેલ ગુણને આધારે ક્રમશ: પ્રવેશ મળવાપાત્ર થશે.
  11. ઉમેદવારોએ 5-DAYS માં રજીસ્ટ્રેશન ફી ભરીને અચૂક પ્રવેશ મેળવવાનો રહેશે અન્યથા તેમનો પ્રવેશ આપોઆપ રદ ગણાશે અને તેમની જગ્યાએ પ્રતિક્ષાયાદીમાંથી અન્ય ઉમેદવારોને મેરીટ પ્રમાણે બોલાવીને તે જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે.
  12. પરીક્ષા કેન્દ્ર તેમજ પરીક્ષા પાસ થયા પછી ઈન્ટરવ્યૂ માટે વિદ્યાર્થીઓએ સ્વખર્ચે જણાવેલ સેન્ટર પર આવવાનું રહેશે.
  13. આ જાહેરાત તથા પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ માટે કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો સંસ્થાને સંપૂર્ણ હક્ક/અધિકાર IAS ACADEMY સંસ્થાને રહેશે અને આ માટે કારણો આપવા સંસ્થા બંધાયેલ રહેશે નહીં.
Mock Interview Program for Account Officers Class-1

Mock Interview Program for Account Officers Class-1

Admission Open

Register Here
  1. દરેક ઉમેદવારે પોતાના નિર્ધારિત સમયના 15 મિનિટ વહેલા આવી, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી.
  2. કેમ્પસમાં ઇન્ટરવ્યુના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ખલેલ ઉત્પન્ન કરવો નહી, આપની માટે બેઠક વ્યવસ્થા હશે તો ત્યાં બેસી આપના મોક ઇન્ટરવ્યુની પ્રતીક્ષા કરવી. ગેરવર્તણૂક પર સંસ્થાનો નિર્ણય અંતિમ રહેશે.
  3. દરેક ઉમેદવાર એ પોતાનો પાસપોર્ટ સાઇઝ ફોટો, અવશ્ય લઈને આવું.
  4. આપ ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છો, તે જ વિચારથી પોતાના ઇન્ટરવ્યુના કપડાં પેહરીને આવું.(Male/Females both).
  5. ઇન્ટરવ્યુમાં જતાં પહેલાં આપને મળતા માર્ગદર્શન નું અનુસરણ ફરજિયાત છે.
Inquiry Form for UPSC and GPSC Mains Students

Free Accommodation and Academics For UPSC- GPSC Mains Appeared Students

Register Here